(મયુર રાવલ,હળવદ)






હળવદ :મયુર નગર પ્રાથમિક શાળા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા તથા જિલ્લા કલેકટર કે બી ઝવેરીના હસ્તે વૃક્ષારોપણ, અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું
વૃક્ષો એટલે છાયા અને શીતળતા, સૌંદર્ય અને સમૃધ્ધિ, સંપત્તિ અને પરિતૃપ્તિ, રંગબરંગી પક્ષીઓ, મોહક પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ. વેદો અને ઉપનિષદોના કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનના અવિભાજ્ય અંગ હોય એ વૃક્ષોના મહત્વ વિશે ભાગ્યે જ કોઇ સ્પષ્ટતાની જરૂર હોઇ શકે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનાં ફળ આપે છે. તેવી જ રીતે એક માતા અસંખ્ય વેદનાઓ વેઠીને તેના સંતાનોને સુખનો છાયડો આપે છે ગામોગામના તમામ નાગરિકો વૃક્ષોના મહત્વને સમજી તેનું વાવેતર અને જતન કરે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત “એક પેડ માં કે નામ” અભિયાન વેગમાન છે. આ અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના મયુરનગર પ્રાથમિક શાળા જેમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ જનોને ઘરે ઘરે વૃક્ષો વાવીને પર્યાવરણ અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. અલગ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું,સાથે સાથે સ્વચ્છતા અંગે પણ જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા ,હળવદ મામલતદાર એમ જે પરમાર, અલ્પેશભાઈ સુરાણી, તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકીય આગેવાનો ગ્રામજનો હાજર રહીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં.