(મયુર રાવલ,હળવદ)





હળવદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ખાતે સ્વૅભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ નો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.
હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયાના દિશાનિર્દેશ અન્વયે હળવદ નગરપાલિકા ખાતે “સ્વછતા હી સેવા” કાર્યક્રમ યોજાયો હતો. હળવદ એસ. ટી. ડેપો ખાતે સામુહિક સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શરણેશ્વર મહાદેવ મંદિર,તેમજ રેલ્વે સ્ટેશન ખાતે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.હળવદ એસટી ડેપો ખાતે સ્ટાફ, ટ્રાફિક સુપરવાઈઝર તથા ડ્રાઈવર,કંડકટર હાજર રહી સ્વચ્છતા અભિયાન માં જોડાયા હતા, શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ગાડૅન માં સ્વછતા બાબતે શપથગ્રહણ કર્યો હતા,
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ પુવૅ કારોબારી ચેરમેન અશ્વિનભાઈ દલવાડી, શહેર સંગઠનના હોદેદારો ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા તમામ સફાઇ કામદારોએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.