

મોરબી શહેરની મધ્યમાં આવેલા અને દિવસ દરમિયાન રાજ્ય ભરની એસટી બસથી ધમધમતા મોરબીના નવા બસ સ્ટેશનમાં ગઈ કાલે ડેપો મેનેજર અનીલભાઈ પઢારિયા દ્વારા સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે બસ સ્ટેશનના હોલમાં સ્વચ્છતા અંગે એસટી કર્મીઓ મુસાફરો માટે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળા, મોરબી ભાજપના યુવા આગેવાન જયદીપ દેત્રોજા મોરબી પાલિકા પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપરાંત એસટી કર્મીઓ, વિધાર્થીઓ અને પ્રવાસીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એસટી બસ સ્ટેશનનું પરિસર અને એસટી બસ સ્ટેશનમાં સફાઈ રાખશે તેવા શપથ લીધા હતા