
મોરબી : મારૂતિ પાર્ક સોસાયટી બેલા પીપળી રોડ,પટેલ વિહાર હોટલ પાસે મોરબી પાસે રહેતાં લાલજીભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૩૩ નામના વેપારીએ પોતાની દુકાનમાં ગત તા.૧૪ના રોજ બપોરના બારેક વાગ્યાની આસપાસમાં પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગતા દાઝી જતા પ્રથમ સારવાર સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમા ગયા બાદ વધુ સારવાર અર્થે કિષ્ના હોસ્પીટલ મોરબી ખાતે બન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગત તા-૧૯ના રાત્રીના મરણ જતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવનો નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.