





મોરબી : મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરમાં ન આવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.જેથી ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે.
અમુક કિસ્સાઓમાં રાહદારીઓ અથવા ગૌવંશ મૃત્યુ પણ થતું હોય છે ત્યારે મોરબીના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કામાં ૧૧૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેવા ગૌવંશને ગોતી ગોતી ને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જ્યારે બીજા તબક્કામાં ૧૫૦૦ ગૌવંશ ને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી આમ ટોટલ ૨૬૦૦ ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેથી રાત્રીના અંધારામાં દૂર થી જ વાહન ચાલક ને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળીને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે.