મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ માનસધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ કચ્છના રાપર તાલુકાના વતની આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરિયાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંકના બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 309 બોટલ કિંમત રૂપિયા 33,780 મળી આવતા પોલીસે આરોપી પીરાભાઈની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.