
મોરબી:મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 25 9 2024 અને બુધવારના રોજ પ્રદેશ દ્વારા સૂચન કરવામાં આવેલ કે દરેક બુથ લેવલે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનું આયોજન કરવાનું હોય તેથી મોરબી તાલુકાના ભરતનગર,લક્ષ્મીનગર અને સાદુળકા ગામે વિવિધ નાગરિકોને ભાજપમાં સદસ્ય બનાવવામાં અભિયાન ચલાવવામાં આવેલ .જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખુદ ઉપસ્થિત રહી તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યયા હતા.