મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની કુલદીપકુમાર રામઅવતાર મૌર્ય નામનો મજૂર ગત તા.14 સપ્ટેમ્બરના રોજ કામ કરતો હોય ત્યારે અચાનક આગ લાગતા કારખાનામાં કામ કરતા આ મજૂર આગમાં દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.23 ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.