
મોરબી : વર્ષ 2018મા હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ પોકસો કેસમાં સજા પામેલ પાકા કામનો કેદી સંજય રાધુભાઈ રાણેવાડીયા રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હોય પેરોલ ઉપર છૂટ્યા બાદ જેલમાં હાજર નહિ થતા પકડી પાડવા આદેશ થયા હતા જે અન્વયે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી સંજય હળવદ ભવાનીનગર લાંબી ડેરી ઢોરે આવ્યો હોવાની બાતમીને આધારે ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.