
પ્રવર્તમાન સમયમાં હાર્ટ એકેટના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને નાની વયે એટલે યુવાનો હાર્ટ એટેકના વધુ ભોગ બની રહ્યા હોય આ ગંભીર બાબતથી સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ તેનો સચોટ ઉપાય લઈને મોરબીની નામાંકિત અને આરોગ્યની સુખાકારી માટે નંબરવન ગણાતી આયુષ હોસ્પિટલ મેદાને આવી છે અને યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવી મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે
આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૬ કલાકે ૨ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની મોરબી મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોડો દિલ સે થીમ હેઠળ યુવાનોને જોગીંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ માં ભાગ લેનાર સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવેલ છે જેમાં રૂ ૧૧,૦૦૦, રૂ ૫૧૦૦ અને રૂ ૨૫૦૦ ના ઇનામો પણ આપવામાં આવનાર છે ભાગ લેનાર સ્પર્ધકને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે તો રાહ કોની જુઓ છો ઈમેજમાં આપેલ સ્કેનર પે સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવો અને સ્પર્ધામાં ભાગ લો.