0મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા બચુભાઇ ઉર્ફે બચ્ચન જેઠાભાઇ સોલંકીના મિત્રનો સાળો આરોપી મહેશભાઈ રમેશભાઈ લોચાના બહેનને ભગાડી લઈ ગયો હોય આ બાબતનો ખાર રાખી આરોપી રાહુલ કરશનભાઇ મૂછડીયા, નીતિન કરશનભાઇ મૂછડીયા અને મહેશભાઈ રમેશભાઈ લોચા રહે.તમામ બૌદ્ધનગર વાળાએ પોટરી ગ્રાઉન્ડમાં બોલાચાલી ઝઘડો કરી ઇટ વડે માર મારી તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.