મોરબી : મોરબી પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડીને વેપારીઓને દંડ ફટકારતા આ મામલે નવા ડેલા રોડ ઉપરના વેપારીઓએ પાલિકાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. આજે મોરબી શહેરના નવાડેલા રોડ પરની દુકાનોના વેપારીઓએ તંત્રની આ કાર્યવાહી સામે પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરનાર સામે પગલાં ભરવાંની માંગ કરી હતી.

મોરબી નગરપાલિકાની ટીમ નવાડેલા રોડ પરની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા માટે ફરી ઝુંબેશ હાથ ધરી હતી આથી સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, માત્ર મોરબી શહેરમાં જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે ? મોરબી શહેરની બહાર પણ ઘણી જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે છે. વેપારીઓએ કહ્યું હતું કે, ઘણી વસ્તુઓ પણ 120 માઈક્રોનથી નીચેના પેપરમાં પેકિંગ થઈને આવે છે તેથી જ્યાં ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાં બંધ કરાવવું જોઈએ.આ મામલે વેપારીઓ કલેક્ટરને મળીને રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું

