Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiડુપ્લિકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં મોરબી નજીકથી પકડાયેલ ઝડપાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં મોરબી નજીકથી પકડાયેલ ઝડપાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાયેલ હતી. જે ગુનામાં પકડાયેલા એક આરોપીના જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાયેલ હતી અને ફેકટરીમાંથી ૨૬,૯૦,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનામાં આરોપી અજય રાયધનભાઈ કુંભરવાડિયા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને જે તે સમયે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને આ આરોપી અજય રાયધનભાઈ કુંભરવાડિયાની જામીન અરજી મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને મોરબીના સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી ચાલી ગયેલ હતી જેમાં વકીલે કરેલ દલીલો તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના રૂપિયા ૧૫,૦૦૦ ના શરતી જામીન મંજૂર કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments