મોરબી : મોરબી રએ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં થતી ગરબી અને નવરાત્રી મહોત્સવના આયોજનોના સ્થળની મુલાકાત લઈને આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં પોલીસે પાટીદાર અને ઉમિયા નવરાત્રીની પણ સ્થળ મુલાકાત લીધી હતી.

આ સાથે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ આજે આયોજકો સાથે બેઠક પણ યોજી હતી. જેમાં તેઓએ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. આ સાથે ગરબી કે નવરાત્રી મહોત્સવમાં કોઈ દારૂ પીને આવે કે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓના જણાવ્યા મુજબ પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહેશે. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ફ્રી ડ્રેસમાં તૈનાત રહેશે.