મોરબી : મોરબીના ઘુંટુ ગામે હરિનગર સોસાયટીમાં આઠ દિવસ પૂર્વે વહેલી સવારે ગેસ લીકેજ થવાથી ગેસ ચાલુ કરવા જતા પિતા-પુત્ર દાઝી ગયા હતા. આથી દાઝી ગયેલા પિતા પુત્રને મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન ત્રણ વર્ષના માસૂમ પુત્રનું મોત નીપજ્યું છે. હજુ પિતા સારવાર હેઠળ છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિનગર સોસાયટીમા રહેતા ભાવેશભાઈ પરેશા ગત તા.26 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘેર હતા ત્યારે વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં ઘરના રસોડાના ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ લાગતા ભાવેશભાઈ તથા તેમનો 3 વર્ષના પુત્ર હર્ષ દાઝી જતા બન્નેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે હર્ષ ઉ.3નું મૃત્યુ નીપજ્યું હતું. આગની આ ઘટનામાં ભાવેશભાઈના ઘેર ગેસ લીકેજ થઈ જતા ગેસ ચાલુ કરતા સમયે આગ લાગતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
