મોરબી : મોરબી શહેરની નંબર વન ગણાતી આયુષ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં વાંકાનેરના મેસરીયામાં નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 300થી વધુ દર્દીઓની વિનામૂલ્યે મેડિકલ તપાસણી કરવામાં આવી હતી.





આજરોજ આયુષ હોસ્પિટલ મોરબી અને ડો.આજાજ શેરસીયા દ્વારા આયુષ ક્લિનિક, મહેસરિયા, તાલુકો- વાંકાનેરમાં ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 થી વધુ દર્દીઓના આરોગ્યની મફત તપાસ કરવામાં આવી હતી. આયુષ હોસ્પિટલના રિપ્લેસમેન્ટ સર્જન- ડૉ. પૂર્વ પટેલ ,ઓર્થોપેડિક – ડૉ.યોગેશ ગઢવી, ગાયનેક- ડૉ. ટ્વિંકલ, જનરલ સર્જન – ડો.વિમલ દેત્રોજાએ દરદીયાના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. કેમ્પમાં એક્સ-રે, બીપી, બ્લડ સુગર સહિતની મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
