મોરબી : ટંકારા પોલીસે લજાઈ ગામે રહેતા જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 45 બોટલ કિંમત રૂપિયા 27,590નો જથ્થો પકડી પાડી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ વિદેશી દારૂના બીજા દરોડામાં ટંકારા પોલીસે લતીપર ચોકડીએ દરોડો પાડી આરોપી સિકંદર ઉર્ફે સિકલો રફીકભાઈ ભાણું નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1700 સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
