બેંક ના 72 માં સ્થાપના દિવસે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન થયું હતું


આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા બેંક ના 72 માં સ્થાપના દિન નિમિતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ માં 62 બોટલ બ્લડ ની એકત્ર કરવામાં આવી હતી જે સી.યુ.શાહ મેડિકલ એન્ડ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ માં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા , દિપકદાસજી મહારાજ , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઇ પટેલ , બજરંગદળ ના ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની , શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,માર્કેટિંગ યાર્ડ ચેરમેન રજનીભાઇ સંઘાણી , દાદાભાઈ ડાંગર , મનસુખભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રમેશભાઈ ભગત સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી સહયોગ મળ્યો હતો,
આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ નાગરિક સહકારી બેંક ના મેનેજર પ્રશાંતભાઇ અઘેડા સહિત બેંક ના કર્મચારી અને શાખા વિકાસ સમિતિ ના સર્વે સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી