હળવદના ડુંગરપુર ગામની સીમમાં બે અલગ અલગ સ્થળેથી દેશી દારૂનો આથો સહિતનો મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હળવદ પોલીસે કરી હતી




હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ડુંગરપુર ગામની સીમમાં બે અલગ અલગ સ્થળે દેશી દારૂનો આથો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી દેશી દારૂનો આથો લીટર ૬૦૦ કીમત રૂ.૧૫૦૦૦ અને દેશી દારૂ લીટર ૨૧ કીમત રૂ.૪૨૦૦ એમ કુલ રૂપિયા ૧૯૨૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસની આ કામગીરીમાં પી આઈ આર ટી વ્યાસ, એ એન સિસોદિયા, વિપુલભાઈ ભદ્રાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, મનોજભાઈ પટેલ સહિતની ટીમે કરેલ છે.