મોરબી : વાંકાનેર શહેર અને તાલુકામાં ગઈકાલે ઘેટા બકરાની ચોરી થયા બાદ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં પંચાસર ગામેથી 3 લાખની કિંમતની 400 મણ ડુંગળીની ચોરી થઈ જતા ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં વાડી ધરાવતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયાએ પોતાના શિયાળુ પાકની 400 મણ ડુંગળી રફીકભાઈ રસુલભાઈ શેરસિયાના કુકડા કેન્દ્રમાં રાખી હોય જ્યાંથી અજાણ્યા તસ્કરો ગત તા.4ના રોજ 3 લાખની કિંમતની ડુંગળી ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.