પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધીને આજે ગણતરીની કલોકોમાં ભેદ ઉકેલી નાખ્યો
મોરબી : વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાંથી આશરે ૪૦૦ મણ ડુંગળી ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને ટ્રક સહીતનો મુદામાલ કબજે લીધો છે


પંચાસર સહકારી મંડળી પાસે રહેતા ઇમરાન રસુલ ભોરણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૦૪ ના રોજ સાંજથી તા. ૦૫ ના બપોર સુધીના સમયગાળા દરમીયાન પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા ઈસમો ૪૦૦ મણ ડુંગળી કીમત રૂ ૩ લાખની ચોરી કરી ગયા છે જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ ચોરાયેલ ડુંગળી વેચાણનો હિસાબ લઈને ૫૮૧૬ નંબરના સફેક કલરના ટ્રકમાં વાંકાનેર તરફ આવતા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી હતી.અને અશોક લેલન્ડ ટ્રક જીજે ૩૬ ટી ૫૮૧૬ પસાર થતા પોલીસે આરોપીઓ સબીરહુશેન અબ્દુલ શેરશીયા, જાબીર સાજી બાદી અને નજરૂદિન અલી બાદી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩,૧૧,૩૭૦, એક ડુંગળીનો કટ્ટો બે મણનો કીમત રૂ ૧૬૦૦ અને ટ્રક કીમત રૂ ૩ લાખ સહિતનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.ઘેલા તથા એ.એસ.આઈ જનકભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ. મુકેશભાઈ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ ઝાલા તથા વનરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ ધર્મરાજભાઈ ગઢવી તથા તાહજુદિનભાઈ શેરસીયા તથા દર્શિત ભાઈ વ્યાસ તથા માલાભાઈ ગાંગીયા તથા દિનેશભાઈ સોલંકી તથા ભરતભાઈ દલસાણીયા તથા હીતેન્દ્રસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા.