




મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી 33 વર્ષથી એકદમ પ્રાચીન પરંપરા મુજબ યોજાઈ છે. આ પ્રાચીન ગરબીમાં રેકોર્ડ બ્રેક 260 દીકરીઓ જુદા જુદા રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. આ દીકરીઓને અલગ અલગ ગ્રુપમાં વિભાજીત કરી અલગ અલગ રાસ રજૂ કરીને પ્રાચીન પરંપરાનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. જેમાં ગતરાત્રે પહેલી વખત ન્યુ હાઉસિંગ બોર્ડમા બાળાઓએ અદભુત રીતે અંગારા રાસ રજૂ કર્યો હતો અને હવે દર વર્ષે આ રાસ રજૂ કરવનું નક્કી થયું છે. આ ન્યુ હાઉસિંગ બોર્ડની ગરબી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બાળાઓનો આ અદભુત રાસ જોઈને દંગ રહી ગયા હતા.