શ્રી રાજપૂત કરણી સેનાએ મોરબી અને હળવદમાં આવેદન આપ્યું
પરષોતમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલ ટીપ્પણી મામલે ઘેરા પત્યાઘાતો જોવા મળી રહ્યા છે સમાધાન માટેની બેઠકો ચાલી રહી છે છતાં હજુ સમાજનો રોષ શાંત પડ્યો નથી આજે મોરબી અને હળવદમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પાઠવી પરષોતમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે લોકસભા ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી છે
શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસ મથક અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે એક જ્ઞાતિ સંમેલનમાં પરષોતમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિશે અભદ્ર અને અશોભનીય ટીપ્પણી કરી હતી અંગ્રેજો અને વિધર્મીઓ સામે મહારાજાઓ નમ્યા, તેમની સાથે રોટી-બેટીના વ્યવહારો કર્યા પરંતુ રૂખી સમાજ ઝૂક્યો નહિ આવી હીન કક્ષાની વાતો કરી હોય જેથી રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે આવી વાતો કરનારને રાજકોટ જ નહિ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચુંટણી લડવા ટીકીટ ના મળવી જોઈએ તેવી વડાપ્રધાનને રજૂઆત કરી છે
પરષોતમ રૂપાલાને કોઈપણ જ્ઞાતિ, જાતી કે ધર્મ વિશે આવા ઉચ્ચારણ કરવાનો કોઈ અધિકારી નથી રાજપૂત ક્ષત્રીય સમાજની લાગણી દુભાઈ છે જેથી પરષોતમ રૂપાલા રહે રાજકોટ વાળા સામે આઈપીસી કલમ ૫૦૫ ની વ્યાખ્યાને જોતા જાહેર સુલેહ અને વિરુદ્ધ ગુનો કરવાના ઈરાદાથી ખોટું કથન કરવું અને અફવા ફેલાવવા તળે બિનજામીનપાત્ર ગુનાનું તહોમતનામું ઘડી ક્ષત્રીય સમાજના ઈતિહાસને તોડી મરોડીને રજુ કરનાર પરષોતમ રૂપાલા વિરુદ્ધ આચાર સંહિતા ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવી તેમજ ધરપકડ કરાય અને લોકસભા ચુંટણીની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે
