મોરબી : ઉમિયાધામ – સિદસર શ્રી ૧। શતાબ્દી વર્ષ-૨૦૨૪ ઉજવણી અંતર્ગત નવરાત્રી દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના ૭૫૦ ગામમાં શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા માં ઉમિયાની આરાધના ભાગ રૂપે સમસ્ત મોરબીના રાજપર ગામના કડવા પાટીદાર પરિવાર સાથે ગામના અન્ય સમાજો ધ્વજા પૂજન, માતાજીની આરતી, રાસ ગરબા રમી અને ઉમિયાધામ-સિદસર ની કંકુ-સાકર- પ્રસાદી ઘરે ઘરે વિતરણ કરી આનંદ ભેર ઉજવણી કરવામાં આવી હતી.






