Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના 3-4 હજારમાં 600 પ્રેસ કાર્ડ ત્રિપુટીએ વેચી નાખ્યા હોવાનો ઘટસ્ફોટ

મોરબીના 3-4 હજારમાં 600 પ્રેસ કાર્ડ ત્રિપુટીએ વેચી નાખ્યા હોવાનો ઘટસ્ફોટ

પ્રેસ કાર્ડ વેચવાના કેસમાં ત્રણ ઝડપાયા, પેટ્રોલપંપ સંચાલકને ધમકી આપ્યા બાદ ભાંડો ફૂટ્યો, આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર : રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા

મોરબી : મોરબીના ત્રણ શખસોએ પેટ્રોલપંપ સંચાલકને 4000 રૂપિયામાં પ્રેસકાર્ડ વેચ્યા બાદ રીન્યુ કરવાના 3 હજાર માંગી બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી વીડિયો ઉતારી લઈ 50 હજાર માંગતા નોંધાયેલ ફરિયાદના આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ રિમાન્ડ ઉપર લેતા અત્યાર સુધીમાં 600 કાર્ડ વેચ્યાનું તપાસમાં ખુલતા પોલીસે પ્રેસકાર્ડનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા વ્યક્ત કરી તપાસ જારી રાખી છે.

સીટી બી ડિવિઝન પીઆઇ વસાવાએ જણાવ્યું હતું કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પેટ્રોલપંપ સંચાલકને બ્લેક મેઈલ કરવા મામલે આરોપી રાધેશભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી, જયદેવભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી અને મયુરભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી, રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

વધુમાં પોલીસની પૂછટાછમાં ત્રણેય આરોપીઓ પોતે પત્રકાર હોવાનો દાવો કરી પબ્લીકમા પોતાનો પત્રકાર તરીકે ભય ઉભો કરી અન્ય વ્યક્તિ સાથે મળી પત્રકાર તરીકેના આઇ કાર્ડ વહેચીણી કરી પૈસા પડાવેલ હોય તેવુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. ત્રણેય આરોપીઓ વર્ષ 2013 થી અત્યાર સુધીમા આશરે 600 જેટલા આઇ કાર્ડ આપેલ હોય જેમા પોતે પત્રકાર ન હોવા થતા આઇ કાર્ડ ધાર કરણ ટોલટેક્ષ બચાવવા તથા વી.વી.આઇ.પી સુવીધા મેળવા તેમજ સર્કીટ હાઉસમા સુવીધા મળવા તથા નાના ધંધાર્થી તથા વેપારીઓને પોતાનુ કાર્ડ અનેલ નાની મોટી લાલચ આપી પ્રેસના એક આઇ કાર્ડના રૂ.3000 થી રૂ.8000 પડાવતા હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરીમાં એન.એ.વસાવા, આર.પી.જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments