મોરબી : મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ મામલે યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આથી ફરિયાદી પક્ષના લોકોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસે આ બનાવ મામલે મૃતકના ભાઈએ પોતાની ભાઈની 11 આરોપીઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા આ તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડિયાનું ઇન્દિરાનગર નજીક આવેલ ખારાપટ્ટમાંથી અપહરણ કરી આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુભાઈ વાઘેલા, વિશાલ કોળી, હકાભાઈ અદગામાં, કાનો હકાભાઈ, જયેશ જીવણ અદગામાં, સુનિલ જયંતિ જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યા શખ્સે માર મારી હત્યા કરી નાખતા મૃતકના ભાઈ વિશાલ પરસોત્તમભાઈ માનેવાડિયાએ આ તમામ 11 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી વિશાલભાઈએ હત્યાના આ બનાવ અંગે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક વિજય ઉર્ફે રવીને ત્રાજપરમાં રહેતા આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને બાદમાં આ ઝઘડાને કારણે તેઓ ત્રાજપર છોડી ઇન્દિરાનગરમાં રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે વિજય ઉર્ફે રવિ ઇન્દિરાનગરના પટ્ટમાં બેઠા હોય ત્યારે આરોપીઓએ આવી ઝઘડો કરી માર મારી માળીયા ફાટકથી બેલા તરફ લઈ જઈ વિજય ઉર્ફે રવીને માર મારી હત્યા કરીને રસ્તા ઉપર ફેંકીને ફરાર ગયા હતા.આથી પોલીસે વિવિધ ટિમો બનાવી હત્યા કરનાર તમામે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં એન.એ.વસાવા, આર.પી.જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો