મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે બે દિવસ પૂર્વે શેરીમાં પાણી નીકળવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચેની મારામારીમાં ઘવાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે સંકજામાં લઇ વધુ એક આરોપી ઇજાગ્રસ્ત હોય હોસ્પિટલમાં મુક્ત કરાઈ તયારે ધરપકડ કરાશે તેવું પોલીસે જાહેર કર્યું

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગરમાં શેરીમાં પાણી નીકળવા મામલે થયેલ ઝઘડામાં ચંદુભાઇ છગનભાઇ મકવાણાનું ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરીની તપાસ હાથ ધરી હતી અને આ બનાવ અંગે મૃતક ચંદુભાઈના પત્ની નિર્મલાબેન ચંદુભાઇ છગનભાઇ મકવાણાએ આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા.માળીયા મિયાણા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના આરોપી અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા અને અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા ઇજાઓને કારણે હોસ્પીટલમા સારવારમા દાખલ હોય જેઓને રજા આપ્યા બાદ ધરપકડ કરવામાં આવનાર હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.
સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી
આ ઘટનામાં ચંદુભાઈ છગનભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયુ હતું તો તેમના સસરા મહાદેવભાઈ રાઠોડને ઈજા પહોચી હતી. શુક્રવારે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોધાયા બાદ ગઈકાલે સામે પક્ષે અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયાએ પણ માળિયા મિયાણા પોલીસ મથકમાં મૃતક ચંદુભાઈ મકવાણા તેમજ તેના સસરા મહાદેવભાઈ રાઠોડ સામે ધોકા વડે હુમલો કરી અરુણ ભાઈના ભાઈ સુરેશભાઈને માથામાં ધોકા મારી ગંભીર ઈજા પહોચાડી હોવા તેમજ અરુણભાઈને હાથના ભાગે ઈજા પહોચાડી હોવાની વળતી ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે ગુન્હી નોધી તપાસ હાથ ધરી છે