મોરબીના સેવાભાવી અને દેશભક્ત યુવાન અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ મોરબી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત રહીને ખેડૂતોના હિતના વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. સાથે સાથે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજય લોરીયા મોરબીમાં હરહંમેશ સેવાકાર્યમાં અગ્રેસર રહે છે. કોરોના કાળ હોય કે પછી ગૌશાળા કે, શહિદો માટે ફંડ એકત્રિત કરવાની વાત હોય તેઓ સેવા માટે સતત કાર્યશીલ રહે છે. હાલમાં જ પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં માત્ર 9 દિવસમાં 26 શહિદ જવાનોના પરિવારજનોને 1-1 લાખ અર્પણ કરીને કુલ 26 લાખની સહાય અર્પણ કરી હતી. તેમજ પાટીદાર કેરિએર એકેડમીમાં 15 લાખ જેટલું માતબર રકમનું અનુદાન આપ્યું હતુ. અજય લોરીયા અત્યાર સુધી ભારત દેશની માટે પ્રાણની આહુતિ આપનાર 236 શહિદ જવાનોના પરિવારને સહાય અર્પણ કરી ચુક્યા છે. તેમજ તેમના દ્વારા દર 15મી ઓગસ્ટ દરમિયાન તિરંગાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે લાગણીશીલ અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવનાર અજય લોરિયાના આજે જન્મદિવસ નિમિત્તે સામાજીક-રાજકીય અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
