Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiરાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલ ના તબીબો હવે મોરબીમાં સેવા આપશે.

રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલ ના તબીબો હવે મોરબીમાં સેવા આપશે.

રાજકોટના ખ્યાતનામ ડોક્ટર પ્રકાશ મોઢાની હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હવે મોરબી ખાતે સેવા આપવા આવશે. મોરબીમાં છેલ્લા 13 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સતત લોકોને મદદરૂપ બનતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી ખાતે ગોકુલ વીઝીટીંગ સેન્ટર નું શુભ શરૂઆત કરેલ છે. આ સેન્ટરમાં રાહત દરે રાજકોટ ગોકુલ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો સેવા આપવા આવશે જેનું તારીખ ૧૩/૧૦/૨૦૨૪ને રવિવારના રોજ સરદાર બાગ સામે, ડોક્ટર પટેલ લેબોરેટરી ખાતે શુભારંભ કરવામાં આવ્યું.

આ શુભારંભ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારઘી, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન શ્રીમતી સરોજબેન ડાંગરોચા, પરમ પૂજ્ય સેવા મૂર્તિ શ્રી જમનાદાસજી (હરિહર અન્ન ક્ષેત્ર – મોરબી), શ્રી ટી ડી પટેલ (પ્રમુખશ્રી જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ), વાંકાનેર ટંકારા ના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા, કન્યા છાત્રાલય પ્રમુખ બેચરભાઈ હોથી, ગોકુલ હોસ્પિટલ ના ચેરમેન ડોક્ટર પ્રકાશ મોઢા સાથે મોટી સંખ્યામાં ડોક્ટરો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલ વીઝીટીંગ સેન્ટરમાં દરરોજ રાજકોટ થી બે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપવા આવશે જેમાં,
સોમવારે….

ડોક્ટર આકાશ કોરવાડીયા (ફિઝિશિયન), ડોક્ટર કમલ ભટ્ટ (લેપ્રોસ્કોપી સર્જન)

મંગળવારે….

ડોક્ટર ડેનિશ રોજીવાડીયા (કાર્ડિયોલોજિસ્ટ), ડોક્ટર વૈભવ હાપલિયા (કાન-નાક-ગળાના સર્જન), ડોક્ટર કલ્પેશ બજાણીયા (ઓર્થોપેડિક જોઈન્ટ એન્ડ સ્પાઇન સર્જન)

બુધવારે….

ડોક્ટર દિવ્યરાજ સિંહ જાડેજા, ડોક્ટર તેજસ મોતીવરસ, ડોક્ટર તેજસ કરમટા (ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ), ડોક્ટર કાર્તિક કાછડીયા (ન્યુરો ફિઝિશિયન), ડોક્ટર ત્રિશાંત ચૌટાઈ (ન્યુરો સર્જન)

ગુરુવારે….
ડોક્ટર વિપુલ પરમાર (નેફ્રોલોજીસ્ટ), ડોક્ટર મેહુલ ચૌહાણ (સ્પાઇન સર્જન), ડોક્ટર યસ ટીલાળા (યુરો સર્જન), ડોક્ટર આશુતોષ દુધાત્રા (ન્યુરો ફિઝિશિયન)

શુક્રવારે….
ડોક્ટર હાર્દિક વેકરીયા (ફિઝિશિયન), ડોક્ટર ઓમ દેવસિંહ ગોહિલ (સ્કીન સ્પેશિયાલિસ્ટ), ડોક્ટર કૌશિક પટેલ (જનરલ સર્જન) ડોક્ટર નિરવ વાછાણી (દાંત અને જડબાના સ્પેશિયાલિસ્ટ)

શનિવારે….
ડોક્ટર કરણ મોઢવાડિયા (ફિઝિશિયન), ડોક્ટર ધવલ બારૈયા (પ્લાસ્ટિક સર્જન)

ઉપરોક્ત તમામ ડોક્ટરો રાજકોટના પોતાના વીઝીટીંગ ચાર્જ કરતા રાહત દરે મોરબી ખાતે દર્દીઓને તપાસશે અને જરૂરી સામાન્ય સારવાર પણ મોરબી ખાતે આપશે.વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ દ્વારા જાહેર જનતાને આ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવાનો લાભ લેવા વિનંતી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments