હળવદ : હળવદમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મેહુલ વાઘજીભાઈ રાતૈયા ઉ.24 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.