મોરબી : મોરબીના જીવાપરમાં ત્રણ શખ્સોએ વાડો અમારો છે કહી બે ભાઈ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના જીવાપર ચકમપર ગામે વાડાની સફાઈ કરી રહેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ વાડો અમારો છે કહી હુમલો કરતા વચ્ચે છોડાવવા પડેલા યુવાન ઉપર પણ કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના જીવાપર ચકમપર ગામે રહેતા શૈલેષભાઇ ઉર્ફે સંજો જયંતીલાલ હમીરપરાએ દેવજી મનજી સનુરા, પ્રવીણ દેવજી સનુરા અને પુનિત દેવજી સનુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ તેમનો વાડો સાફ કરતા હોય તે સમયે ત્રણેય આરોપીઓ ત્યાં આવી આ વાડો અમારો છે કહી ઝઘડો કરી ફરિયાદી શૈલેશભાઈને માથામાં કુહાડીનો ઘા ઝીકી પગમાં પાઈપના ઘા મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું અને આ ઝઘડાના વચ્ચે છોડાવવા આવેલ તેમના ભાઈ રસિકભાઈને પણ પાઇપ ફટકારી ઇજાઓ પહોંચાડતા આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.