મોરબી : મોરબી તથા ટંકારામાં વસતા સમસ્ત ઝાલા રાજપુત પરિવારના લોકો દ્વારા છેલ્લા 35 વર્ષની પરંપરા મુજબ આજે શરદ પૂનમે મોરબીના શક્તિ માતાજીના મંદિરે શક્તિ માતાના યજ્ઞ, હોમ, હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.શાસ્ત્રોક્ત પદ્ધતિ અને હોમ હવન યોજાયા બાદ ક્ષત્રિય ઝાલા સમાજના લોકો માટે મહાપ્રસદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ ક્ષત્રિય ઝાલા સમાજની બહેનોએ અદભુત રીતે તલવાર રાસ રજૂ કરીને સૌને દંગ કરી દીધા હતા. આ તકે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં માન. મહારાજ રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઓફ વાકાનેર (સાંસદ શ્રી,રાજ્યસભા),માન.કિરીટસિંહ રાણા (ધારાસભ્ય ,પૂર્વ મંત્રી શ્રી,લીંબડી),માન.વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્યશ્રી,ભચાઉરાપર (કચ્છ),માન ડો.રુદ્ર સિંહ ઝાલા (પ્રમુખ શ્રી ,ઝાલાવાડ ક્ષત્રીય સમાજ ,સુરેન્દ્રનગર ),માન જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની ),માન હિરેન્દ્રસિંહ ઝાલા (દેવ સોલ્ટ),માન દશરથસિંહ યુ,ઝાલા (મોરબી ઝાલા રાજપૂત સમાજ પ્રમુખ),ઘનશ્યામસિંહ સંજુભા ઝાલા(મહામંત્રી ),ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા (ઉપપ્રમુખ ),રઘુવીરસિંહ કે.ઝાલા (પ્રમુખ) તેમજ મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતા.






