મોરબી : મોરબી શહેરની નંબર વન ગણાતી આયુષ હોસ્પિટલના સહયોગથી એમરેલી ગામે શરદ પૂનમે ફી મેડિકલ કેમ્પ યોજાયો હતો. તાજેતરમાં મોરબીના અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જીલ્લાના 52 ગામોના કડવા પાટીદાર સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં આયુષ હોસ્પિટલ મોરબીની મેડિકલ ટીમે સૌને આરોગ્ય અંગે સલાહ આપી હતી. આયુઆ હોસ્પિટલની મેડિકલ ટીમે દરેકનું હેલ્થ ચેકઅપ કર્યું અને યોગ્ય સલાહ આપી અને દરેકનું હેલ્થ ચેકઅપ કર્યું. આ આયુજનનો 260 થી વધુ લોકોએ લાભ લીધો હતો.



