Monday, August 11, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશિક્ષણ ક્ષેત્રે બે દાયકાથી ઉતરોતર પ્રગતિ કરતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની 27...

શિક્ષણ ક્ષેત્રે બે દાયકાથી ઉતરોતર પ્રગતિ કરતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની 27 ઓક્ટોબરે સિલ્વર જ્યુબીલી ઉજવાશે

નવયુગમાંથી શિક્ષણ મેળવી આગળ વધી સમાજમાં મોભાદાર સ્થાન મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઉપસ્થિત રહેવા ભાવભીનું નિમંત્રણ પાઠવાયું

મોરબી : મોરબીમાં બે દાયકા કરતા વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉતરોતર પ્રગતિ કરી મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પાયાનું યોગદાન આપનાર જાણીતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે આ આ યાદગાર પ્રસંગને ચાર ચાંદ લગાવી આગામી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારના રોજ સિલ્વર જ્યુબિલીની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જ્યુબિલીની ઉજવણી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારે સાંજે 4-30 થી 8-30 દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા નવયુગ સંકુલ/નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે કરવામાં આવશે. જેમાં નવયુગમાંથી અભ્યાસ કરીને આગળ વધી સમાજમાં મોભાદાર સ્થાન મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. કાર્યક્રમમાં પધારનારને 25 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને પ્રશિસ્ત પત્ર આપવામાં આવશે. સાથે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોમાંથી કોઈએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હશે તો તેઓનું સન્માન કરવામાં આવશે. જેમકે MD હોય અને પોતાની હોસ્પિટલ હોય, class 1 ઓફિસર, સામાજિક, રાષ્ટ્રીય, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ હોય તેમને તેથી આવી વ્યક્તિએ પોતાના નામ અને હોદ્દાની વિગત મો.નં. 95748 72583 પર લખાવી દેવા જણાવાયું છે.

આ સિલ્વર જ્યુબિલીની ઉજવણીમાં આવવા માટે GIDC શનાળા રોડ ઉપરથી બસની વ્યવસ્થા રાખવામાં આવશે. જેથી અહીં સૌ કોઈ પોતાના વાહન લઈને આવે તેમ જણાવાયું છે. બહારગામથી આવતા કે આગલા દિવસે આવતા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા નવયુગ સંકુલ ખાતે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments