મોરબી: ટંકારાના મહેરબાન જયુ મેજી ફ.ક.સાહેબની કોર્ટમાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદના કેશનાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ રૂા.૨૦૦,૦૦૦(અંકે રૂપીયા બે લાખ) વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલ.
આ કામના આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મીત્ર ચિરાગભાઈ પ્રદિપભાઈ સોલંકી પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલે લેણી રકમ ચુકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ કાર્યવાહી ચાલતા ફરીયાદીવતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી શ્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાજ્ઞિકા મનસુખભાઈ દેવમોરારી એ કેસ લડેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએતા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ ટંકારાના મહેરબાન જયુ મેજી ફ.ક.સાહેબની કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ રૂા.૨૦૦,૦૦૦(અંકે રૂપિયા બે લાખ) વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ.
