રાજવી પરિવારના ટ્રસ્ટ દ્વારા અનેક લેખિત રજૂઆત છતા પરિણામ શૂન્ય
મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર દબાણોથી ઘરાઈ ગયું છે. રાજવી પરિવારના ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલકેટરને ફરિયાદ કરતા જણાવાયું છે કે, મંદિરની દીવાલની બાજુમાં જ રેકડી કેબીન રાખી દબાણ કરવામાં આવતા યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે.
મહારાજા શ્રી લખધીરજી એંડાઉમેન્ટ ટ્રસ્ટ મોરબીના ચેરમેન રામજીભાઈ અઘારા દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યું કે મોરબી નજીક મહારાજાશ્રી લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. જયાં બહારથી માણસો પિતૃકાર્ય કરવા માટે આવતા હોય છે. ટુરીસ્ટની બસ દર્શન કરવા માટે આવતી હોય છે. ત્યારે આ મંદિરની બાજુમાં ટ્રસ્ટની દીવાલને અડીને રસ્તા ઉપર ધાબો કરી કેબીન ઉભી કરાયેલ છે. જે યાત્રાળુઓને નડતરરૂપ છે તથા દીવાલમાં ગેઇટ મુકવાનો હોવાથી જે કેબીન નડતરરૂપ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ દબાણ બાબતે જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચને તો વારંવાર પત્રો લખવા છતા આજદિન સુધી તેઓ દ્વારા નડતરરૂપ કેબીન દુર કરાવી નથી. આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન નાયબ કાર્યપાલક મોરબી વિભાગ તથા મોરબી મામલતદારને વારંવાર પત્ર લખવા છતાં જે નડતરરૂપ કેબીન દુર થઇ નથી. અગાઉ આ નડતરરૂપ દબાણ દૂર કરવા બાબતે મોરબી જીલ્લા કલેક્ટર કચેરીમાં પણ ગત ઓગસ્ટ માસમાં રજુઆત કરેલ હોવા છતાં દબાણ દૂર ન થતા બીજી વખત અરજી કરી તાત્કાલીક યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી