હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક જીજે – 12 – એઝેડ – 8225 નંબરના ટ્રક ચાલકે મનુષ્ય જિંદગી જોખમાય તેવી રીતે કોઈ સિગ્નલ લાઈટ ચાલુ રાખ્યા વગર જ ટ્રક રોડ ઉપર ઉભો રાખતા આ ટ્રક પાછળ જીજે – 12 – બીવી – 9408 નંબરનું ટેન્કર અથડાયું હતું અને બાદમાં આ ટેન્કર પાછળ જીજે – 08 – એડબ્લ્યુ – 5503 નંબરનું આઇસર અથડાતા આઇસર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને આઇસરમાં બેઠેલા પ્રવીણ ચંદાભાઈ માજીરાણા ઉ.15 નામના સગીરનું મૃત્યુ નિપજતા ત્રિપલ અકસ્માતની ઘટના અંગે આઇસર ચાલકના ભાઈ અરજણભાઈ ઉર્ફે લાખાભાઈ ચોથાભાઈ સોબોડે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.