મોરબી :હળવદ તાલુકાના રણછોડગઢ ગમે રહેતા ફરિયાદી ભરતભાઇ કેશુભાઈ ડઢૈયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે – 36 – યુ – 3661નંબરની સીએનજી રીક્ષાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.21ના રોજ તેઓ તેમના ભાઈ સાગર, પ્રવીણભાઈ અને અનિલભાઈ એમ ચારેય વ્યક્તિ બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે આંદરણા ગામની સીમમાં રીક્ષા ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક ચલાવી રહેલા તેમના ભાઈ સાગરભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અને અકસ્માતમાં ભરતભાઇ, પ્રવીણભાઈ તેમજ અનિલભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.