Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં વ્યાજખોરોએ બોગસ સહી કરી કારની નામ ટ્રાન્સફર કરવાની હિલચાલ કર્યાની ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોએ બોગસ સહી કરી કારની નામ ટ્રાન્સફર કરવાની હિલચાલ કર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વ્યાજખોરે વ્યાજે નાણાં આપી બળજબરીથી એમજી હેકટર કાર પડાવી લીધા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવતા કાર પરત આપી દીધી હતી પરંતુ બાદમાં ગાડીમાં રહેલા ડોક્યુમેન્ટને આધારે નકલી સહી કરી આરટીઓમા ઓનલાઈન કાર ટ્રાન્સફર કરવા કાર્યવાહી કરી એના પુરાવા કોર્ટમાં રજૂ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના આલાપ રોડ ઉપર રહેતા જગદીશભાઈ નરભેરામભાઈ દેત્રોજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં રવાપર રોડ ઉપર રહેતા આરોપી ભરત ઉર્ફે બીકે કાનજી ચાવડા અને સુમતીનાથ સોસાયટીમાં રહેતા પંકજ રામકીશન કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના પુત્ર રવિરાજે આરોપી ભરત ઉર્ફે બીકે પાસેથી વ્યાજે નાણાં લીધા હોય ગત તા.28 ફેબ્રુઆરીના રોજ આરોપી ભરત ઉર્ફે બીકેએ કાર પડાવી લેતા વ્યાજની પઠાણી ઉઘરાણી મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી પાસેથી પોલીસે કાર કબ્જે કરી હતી. આ કારમાં રહેલા ઓરીજનલ આરસી બુક, આધારકાર્ડ સહિતના કાગળોના આધારે બન્ને આરોપીઓએ મોરબી આરટીઓમાં ઓનલાઈન અરજી કરી ખોટી સહીઓના આધારે ટીટીઓ ફોર્મ ભરી કાર પોતાના નામે ટ્રાન્સફર કરવા કાર્યવાહી કરી આ બાબતે મોરબી કોર્ટમાં પુરાવા રજૂ કરતા આરોપીઓ વિરુદ્ધ જગદીશભાઈ દેત્રોજાએ તાલુકા પોલીસ મથમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments