મોરબી : મોરબીના મકનસરન8 108 એમ્બ્યુલન્સની ટીમને ગઈકાલે એક કોલ આવ્યો હતો. જેમાં વાંકાનેરના વીસીપરામાં રહેતા 50 વર્ષના મધુબેન જીતેન્દ્રભાઈ નામના મહિલાની તબિયત સાવ ખરાબ હોવાની માહિતી મળી હતી. આથી મકનસરની 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહિલાની તપાસ કરતા મહિલાનું બીપી પલ્સ રેટ વધુ હોય 108ના ડો. અતુલભાઈ, ઇએમટી પ્રવીણભાઈ તેમજ પાયલોટ વિજયભાઈ રાઠવાએ તાત્કાલિક સારવાર કરી ઑક્સિજન સહિતની સ્થિતિને મેઇન્ટન કરી આ મહિલાનો જીવ બચાવ્યો હતો.
