મોરબી : મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં મરઘી લેવા ગયેલા યુવાનને અહીં આવવું નહિ તેમ કહી ત્રણ શખ્સોએ રીક્ષામાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ બનાવમાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
મોરબીના કુલીનગરમાં રહેતો વસીમ યુનુસભાઈ સેડાત નામનો યુવાને આરોપીઓ સમીર કાસમભાઈ સંઘવાણી, અસલમ કાસમભાઈ સંઘવાણી તેમજ આરોપી મુસ્તાક કાસમભાઈ સંઘવાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગઈકાલે બપોરના સમયે મચ્છીપીઠમા મરઘી લેવા ગયા ત્યારે આરોપીઓ સમીર કાસમભાઈ સંઘવાણી, અસલમ કાસમભાઈ સંઘવાણી તેમજ આરોપી મુસ્તાક કાસમભાઈ સંઘવાણી જોઈ જતા અહી મચ્છીપીઠમા તારે આવવું નહિ તેમ કહી ફરિયાદી વસીમની જીજે – 36 – ડબ્લ્યુ- 6047 નંબરની રીક્ષામાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.