મોરબી : મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીને આધારે જુના જાંબુડિયા ગામ નજીકન આવેલ હોટલ મઢુંલી રામદેવમા દરોડો પાડતા હોટલમાં બાળ કિશોર શ્રમિકને કામે રાખી રાત્રી દરમિયાન પણ બાળ શ્રમિક પાસે ટેબલ સફાઈ, સાફ સફાઈ, રસોઈ બનાવવામાં મદદ કરવી સહિતના કામ કરાવી શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવતા રાજસ્થાનના વતની એવા હોટલ સંચાલક ભીમારામ હિંદુરામ ખારા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.