મોરબી : વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે રોડ પરથી સ્કોર્પીયો કારમાં અપહરણ કરી જનાર આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસ અને હળવદ પોલીસ ટીમેં 20 કલાકનું ઓપરેશન ચલાવી અપહૃતને સુરક્ષિત રીતે મુક્ત કરાવીને ત્રણ આરોપીઓને પકડી પડ્યા હતા. પૈસાની લેતી દેતી માટે આ અપહરણ થયાની જાણ થતાં પોલીસે આરોપીઓનો મનસૂબો પાર પાડવા દીધો ન હતો અને ભોગ બનનારને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો. અપહૃત મુક્ત કરાવવા અને આરોપીઓને પકડી પાડવા વાંકાનેર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં 20 કલાક સુધી દિલધડક રીતે ચલાવેલું ઓપરેશન સફળ થયું હતું.

ગત તા.૫/૧૧/૨૦૨૪ ના રાતના સમયે વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક રોડ પર એક સ્કોર્પીયો કારમાં ત્રણ ઇસમોએ આવી ફરીયાદીની સ્વીફ્ટ કાર સાથે સ્કોર્પીયો કાર અથડાવી ફરીયાદી લીલાભાઇ કાળુભાઇ ભુંડીયા ઉ.વ.૩૫ રહે.મનડાસર તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાનું અપહરણ કરી સ્કોર્પીયો કાર લઇ નાશી ગયા હતા. આ બાબતે ફરીયાદીના ભાઇએ રૂબરૂ પોલીસ સ્ટેશને આવી જાણ કરતા તુરંત જ નાકાબંધી કરાવવામાં આવી હતી. એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વીસ્તારમાં અપહરણ કરી જનાર સ્કોર્પીયો કાર તથા આરોપીઓની શોધખોળ કરતા હતા આ વખતે વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી અપહરણ કરી જનાર સ્કોર્પીયો કાર નીકળતા તેને રોકાવી ત્રણેય આરોપીઓને પકડી પાડી ભોગબનનારને મુક્ત કરાવ્યો હતો. પોલીસની તપાસમાં ભોગબનનારે રૂપીયાની લતીદેતીના મનદુખ બાબતે આરોપીઓએ પોતાનું અપહરણ કરી માર મારેલ હોવાની પોતાની ફરીયાદ જાહેર કરતા વિવિધ કલમો હેઠળ ત્રણેય આરોપીઓ વીરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુન્હાના ત્રણ આરોપીઓ ખોડાભાઇ રણછોડભાઇ સેફાત્રા રહે,ખેતરડી તા.હળવદ જી.મોરબી, ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા રહે.ખેતરડી તા.હળવદ જી.મોરબી, મેલાભાઇ હમીરભાઇ સેફાત્રા રહે.ચુંપણી તા.હળવદ જી.મોરબીને પકડી પાડી ભોગબનનારને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી હતી.
20 કલાક ચાલેલા ઓપરેશનમાં પો.ઇન્સ. ડી.વી.ખરાડી તથા પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા તથા ચમનભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા અરવીંદભાઈ બેરાણી પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા વીજયભાઇ ડાંગર તથા રવીભાઇ કલોત્રા તથા અજયસિંહ ઝાલા તથા સહદેવસિંહ રાઠોડ તથા હળવદ પોલીસ સ્ટાફ જોડાયા હતા.