શહેરના દસ રસ્તાઓ ડામરથી અને 6 રસ્તાઓ સિમેન્ટથી બનશે : સાંજે બે સ્થળોએથી યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ
મોરબી : મોરબી શહેરમાં ઉબડ ખાબડ અને ધૂળિયા રોડ રસ્તાથી શહેરીજનોને હવે ટૂંક સમયમાં જ રાહત મળશે.નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રસ્તા બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા પ્રારંભ કરવામાં આવશે.

મોરબી શહેરમાં નગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારના કુલ 16 રોડના કામ રૂપિયા 5.80 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણોસર આ રોડ રસ્તાના કામ શરૂ થઈ શક્યા ન હતા અને છેલ્લે રસ્તાના કામ બે વખત ખાતમુહર્ત કરવાનું નક્કી કરેલ પરંતુ વરસાદ વિલન બનતા રોડ રસ્તાના કામ શરૂ થઈ શક્યા ન હતા જે હવે આજથી શરૂ કરવામાં આવશે. આજે સાંજે 5 કલાકે આલાપ પાર્ક પાસે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.3.25 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રાત્રે 8 કલાકે નહેરુ ગેટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.2.56 કરોડના ખર્ચે 10 કામોનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત થશે.
મોરબીમાં મંજુર થયેલ રસ્તાઓના કામ
- કલેકટર બંગલાથી સ્ટેશન રોડ સુધી (ડામર રોડ)
- દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધી (ડામર રોડ)
- જેલ ચોકથી મચ્છુમાં મંદિર સુધી (ડામર રોડ)
- શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી (ડામર રોડ)
- જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ સુધી (ડામર રોડ)
- નટરાજ ફાટકથી પરશુરામ પોટરી સુધી (ડામર રોડ)
- નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ સુધી (ડામર રોડ)
- ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી (ડામર રોડ)
- કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર સુધી (ડામર રોડ)
- રવાપર રોડ વાઘપરાના નાલાથી જેઈલ રોડ પોલીસ સ્ટેશન સુધી (ડામર રોડ)
- મયુર સોસાયટીથી હાઉસિંગ બોર્ડ સુધી (સી.સી.રોડ)
- સામાકાંઠે પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસ સુધી (સી.સી.રોડ)
- આલાપ સોસાયટી ગેટથી લીલાપર સ્મશાન સુધી (સી.સી.રોડ)
- સંતોષ મોબાઈલ સેન્ટરથી મનોજ પાન સુધી (સી.સી.રોડ)
- નવલખી રોડ બાયપાસથી કેદારીયા હનુમાન મંદિર સુધી (સી.સી.રોડ)
- ગુજરાત મેરિટાઇમ બોર્ડથી રવજીભાઈ ઘેલાભાઈ સોલંકીના ઘર સુધી (સી.સી.રોડ)