Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

એલસીબી ટીમની કાર્યવાહી : રૂ.53 હજારની રોકડ કબ્જે કરાઈ

મોરબી : મોરબી એલસીબી ટીમે વાવડી રોડ પર આવેલા ઉમિયાનગરમાં જાહેરમાં રમાતા જુગાર ઉપર દરોડો પાડી ૧૨ આરોપીઓને રૂ.૫૩ હજારની રોકડ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી ઉમિયાનગરમાં પોપટભાઇના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર, મુકેશ શ્રીરામનરેશ સહાની, સંતોષમહતો કિશુનમહતો કુશવાહ,રાહુલસીંગ પ્રાગસીંગ સેંગર, રાકેશ શિવચરન કુશવાહ, અનિલકુમાર કલ્યાણસીંગ વિશ્વકર્મા, પ્રવેન્દ્રસીંગ સુંદરસીંગ સેંગર, મનિષભાઇ ઉર્ફે રમેશ ભુરેલાલ ચૌહાણ, ભરતસીંગ શિવમોહનસીંગ સેંગર, ગોવીંદા લાખન કુશવાહ, શ્યામસીંગ સુરેશસીંગ સેંગર, રાજેશ રામગોપાલ ધાનુકને રૂ.૫૩,૧૦૦/-ની રોકડ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments