મોરબીI : વાંકાનેર સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રાતીદેવડી ગામ નજીક આવેલ વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રવિણસિંહ ધીરુભા ઝાલા, વિનુભાઈ હમીરભાઇ વોરા, કિશોરભાઈ હમીરભાઇ વોરા, પ્રવીણભાઈ કાળુભાઈ વોરા, અને મહેશભાઈ ગોરધનભાઈ વોરાને 10,430 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં આવેલ એફિલ કારખાના પાછળ બાવળની જાળીમાં જુગાર રમતા લતીફ રમજાનભાઈ ખોજાણી, રાજ જગદીશભાઈ પંડ્યાને પોલીસે તેની પાસેથી 770 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.