મોરબી : મોરબી માળીયા હાઈવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક અચાનક રોડની કટ્ટમાંથી કન્ટેનર ટ્રક ચાલક નીકળતા ડમ્પર સાથે ટકરાતા આ ગમખ્વાર અકસ્માતમાં કેબિનમાં દબાઈ જતા મોરબીના મકનસર ગામના ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગરમાં રહેતા વિજયભાઈ દયાળજીભાઈ શેખવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે – 12 – બીએક્સ – 5051 નંબરના ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા. 18ના રોજ તેમના મોટાભાઈ અરવિંદભાઈ શિવશક્તિ રોડવેઝનું ડમ્પર લઈ મોરબીથી માળીયા તરફ જતા હતા ત્યારે ગાળા ગામના પાટિયા નજીક રોડની કટ્ટમાંથી કન્ટેનર ચાલક અચાનક રોડ ઉપર આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ફરિયાદીના મોટાભાઈ ડમ્પરની કેબિનમાં દબાઈ જતા મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.