Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની 150મી જન્મ જયંતીની...

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત, શિક્ષક હિત, સમાજ હિતના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે. જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુવંદન દિવસ, માતૃશક્તિદિનની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીના 150 વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં સર્વાનુમતે ભગવાન બીરસા મુંડા જન્મ જયંતીની તમામ તાલુકાઓમાં ઉજવવાનું નક્કી થયું જેના ભાગરૂપે ભગવાન બીરસા મુંડાના જીવન વિશે સમાજ અને શિક્ષણ વિદો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય તે માટે નીલકંઠ વિદ્યાલય ખાતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ક્ષેત્રિય સચિવ ભારત વિકાસ પરિષદ અને સંયોજક ભારતીય વિચારમંચ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ અંગ્રજો સામેની લડત, જનજાતિના કલ્યાણ માટેની ચળવળો , અંગ્રેજો દ્વારા જનજાતિ સમાજ અને અન્ય સમાજ પર થતા અન્યાયો અત્યાચારો સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસો અંગે એમની આગવી શૈલીમાં વિસ્તૃત રીતે સમજ આપી હતી આમ બિરસાજીના પરાક્રમોને સમાજ સુધી પહોચાડવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પીએસઆઈ જયંતિભાઈ ડામોર વહીવટી અધિકારી કલાસ વન પ્રિંકેશ પટેલ, એકલવ્ય ગ્રુપના અધ્યક્ષ લવજીભાઈ કટારા, નિવૃત શિક્ષક ભાણાભાઈ પટેલ તેમજ સ્વંયમ સેવક સંઘના કાર્યકર્તાઓ લલિતભાઈ ભાલોડિયા, વિપુલભાઈ અધારા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા તેમજ મોરબી તાલુકાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સંદિપ લોરીયા,નિરવભાઈ બાવરવા વગેરે ઉપસ્થિતમાં સૌ પ્રથમ બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી દિપ પ્રજવલ્લન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી,ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સફળ બનાવવા મોરબી તાલુકા ટીમના તમામ સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments