
હળવદ પંથકમાં છોકરાઓને પકડવા માટેની એક ગેંગ સક્રીય થય હોવાથી સોશિયલ મીડિયાં મેસેજ વાયરલ થય રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે આવા પ્રકારની અફવાથી દુર રહેવા જણાવ્યું હતું
જેમાં મોરબી જિલ્લા પોલીસે હળવદ તાલુકાના અમુક ગામમાં છોકરા પકડવા ગેંગ આવી હોવાની વાતને અફવા કહી છે. તેમજ આવા ખોટા મેસેજ સોશિયલ મિડિયામાં નહિં ફેલાવવા માટે પણ પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે. તેમજ જો કોઈ આવા ખોટા સમાચાર અને અફવા ફેલાવતા મેસેજો, વિડિયો વાયરલ વિરૂદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમજ આવી ઘટના ધ્યાનમાં આવતા જ ઇમરજન્સી અને પોલીસ વિભાગના 100 નંબર પર સંપર્ક કરી શકાશે.
