કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીના પિતરાઈ ભાઈ મહેશભાઈ રબારીનું 39 વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થયું છે. નાની વયે તેમની અણધારી વિદાયથી સમગ્ર કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

મહેશભાઇ રબારીનું 24 નવેમ્બરના રોજ હાર્ટએટેક આવવાથી દુઃખદ અવસાન થયું છે. ત્યારે મહેશભાઈના નિધનથી પરીવાર તેઓ આઘાતમાં સપડાઇ ચુક્યો છે. સ્વ.મહેશભાઈ રબારીનું બેસણું 27 નવેમ્બરે કચ્છ-અંજાર તાલુકાના ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ છે.
